Home Uncategorized દેશ 56ની છાતીને નહિ ઈન્દીરાની બહાદુરીને યાદ કરી રહ્યો છે, જે મહિલા...

દેશ 56ની છાતીને નહિ ઈન્દીરાની બહાદુરીને યાદ કરી રહ્યો છે, જે મહિલા ઝૂક્યા વિના પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી

Face Of Nation 11-05-2025 : અટલ બિહારી વાજપેયીએ 1971માં બાંગ્લાદેશ વોર વખતે ઈન્દિરા ગાંધી માટે કહ્યુ હતુ કે સંસદમાં એક જ મર્દ છે. ઈન્દિરા ગાંધીનું નામ આવે એટલે એ મક્કમ માનુની અને ગર્વિતાની સામે દુશ્મનોના પણ માથા સન્માનમાં એક વાર તો ઝુકી જ જાય એવી વ્યક્તિ. ભારત-પાકિસ્તાન વચ્ચેની યુદ્ધના વાતાવરણમાં આજે દેશ 56ની છાતીને નહિ પણ એ વ્યક્તિત્વને યાદ કરી રહ્યું છે જે ઇન્દિરા ગાંધી કોઈ પણ દેશની ધમકી કે આદેશ આગળ ઝૂક્યા વિના પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી હતી.
1971નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ કેમે કરીને ભૂલાય તેમ નથી અને તેમા ઈન્દિરાની આગેવાની ભલભલા પુરૂષોને ધૂળ ચાટતા કરી દેવાની સ્ત્રીની તાકાતના દર્શન ભારતને જ નહી પરંતુ આખા વિશ્વને થઈ ચૂક્યા હતા. યુદ્ધ મેદાન પર ભારતના સૈનિકો અને વ્યૂહરચનાકારો કુશળથા અને બહાદુરી દેખાડી રહ્યાં હતા તો આઝાદ ભારતમાં પ્રથમ વખત અને અત્યારસુધીનો ઈતિહાસ ચકાસતા અંતિમ વખત રાજકીય વ્યૂહરચનાનો પણ પરિચય આપ્યો હતો. વર્ષ 1971માં ઈન્દિરા ગાંધીએ દાખવેલી કુનેહ, હિંમત અને વ્યુહરચનાના કારણે, પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન ગુમાવવું પડ્યું હતું અને વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ નામનો દેશ ઉમેરાઈ ગયો હતો. માત્ર દેશની જનતા જ નહીં, પરંતુ, વિપક્ષના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ પ્રભાવિત હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1971માં બાંગ્લાદેશના સર્જન પછી તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મા દુર્ગા કહીને વધાવ્યા હતા. એ સમયે ભાજપનો ઉદ્દભવ પણ થયો ન હતો અને વાજપેયી જનસંઘમાં હતા. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવાની એક તક છોડતા નહોતા. અનેક ઇન્ટરવ્યૂમાં તેઓ કહેતા કે, કોઈ દેશ આગળ ઝુકવુ જોઈએ નહિ અને આજે ખુદ વિશ્વસત્તા આગળ ઝૂકી ગયા છે. પાકિસ્તાન સામે યુદ્ધ સમયે અમેરિકાએ જાહેરાત કરતાંની સાથે જ પીછેહઠ કરી લેવામાં આવી છે અને પાકિસ્તાનીઓ ઉન્માદમાં આવીને ઉજવણી કરી રહ્યા છે. મોદી માટે તો હાલ ગાજ્યા મેઘ વરસ્યા નહીંની વ્યાખ્યા એકદમ બંધ બેસી રહી છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો વડાપ્રધાન મોદી કેમ શાંત છે ?, રાષ્ટ્રને સંબોધન ક્યારે ?