Home Uncategorized હવાઈ હુમલાઓથી જમ્મુમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે : મહેબૂબા મુફ્તી

હવાઈ હુમલાઓથી જમ્મુમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે : મહેબૂબા મુફ્તી

Former Chief minister of Jammu and Kashmir and Peoples Democratic Party (PDP) President Mehbooba Mufti speaks to the media in New Delhi on February 06, 2023. (Photo by Arrush Chopra/NurPhoto via Getty Images)

Face Of Nation 09-05-2025 :  જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, હવાઈ હુમલાઓને કારણે જમ્મુમાં પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, “મારું હૃદય જમ્મુના લોકો, ખાસ કરીને સરહદો પર રહેતા લોકો પ્રત્યે દુ:ખદ છે, જેઓ ફરી એકવાર સંઘર્ષની ભયાનક અનિશ્ચિતતામાં ફસાઈ ગયા છે.” ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન દ્વારા એક બીજા દેશો ઉપર હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. બંને દેશો મિસાઈલ અને ડ્રોન થકી હુમલા કરી રહ્યા છે જેને લઈને સરહદી વિસ્તારમાં રહેનારા લોકો હાલ ભયમાં જીવન વિતાવી રહ્યા છે. અનેક સરહદી વિસ્તારોમાં અંધારપટ કરી દેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા” : જમ્મુ એરપોર્ટને નુકસાન થયાનો દાવો : જુઓ Video