Home News સપ્ટેમ્બર મહિનામાં રામ અને મુનિ સ્વામી પેન્ટ શર્ટ પહેરી પાનના ગલ્લે દેખાયા...

સપ્ટેમ્બર મહિનામાં રામ અને મુનિ સ્વામી પેન્ટ શર્ટ પહેરી પાનના ગલ્લે દેખાયા !, કાલુપુર સ્વા. સંસ્થાનો વાહિયાત ખુલાસો

Face Of Nation 26-02-2026 : કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતના શિષ્ય રામ સ્વામી સ્વેચ્છાએ ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં ગયા હોવાનો સંસ્થાએ વાહિયાત ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ નમાલા અને આંધળા હરિભક્તો પણ રામ સ્વામી અને સંસ્થાના બચાવમાં મેદાને ઉતરી પડ્યા છે. કેમ કે, રામ સ્વામી સંસ્થાના આચાર્ય અને લાલજીના અત્યંત નિકટના સાધુ માનવામાં આવતા હતા સાથે જ હાલના કાલુપુર મંદિરના મહંત પી.પી. સ્વામીના શિષ્ય પણ છે. રામ સ્વામી નામનો લંપટ સાધુ એ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતનો ત્રીજો એવો શિષ્ય છે જે દિવસે ભગવો અને રાત્રે પેન્ટ શર્ટ પહેરીની જલસા કરતો હતો. અગાઉ ચૈતન્ય સ્વામી અને વ્રજ સ્વામીને પણ હરિભક્ત મહિલાઓ સાથે આંખ લાગી જતા સંસારમાં ચાલ્યા ગયા હતા. સંસ્થાનું નામ ન બગડે તે હેતુથી આખી સંસ્થા અને હરિભકતો હાલ લંપટ રામના બચાવમાં ઉતરી પડ્યા છે. ખેર ! જે સંસ્થાના હરિભક્તો સંસ્થાના દાનનો લાલજીના હનીમૂન માટે ઉપયોગ થતો હોય છતાં સવાલ ન કરી શકે તે કહેવાતા હરિભક્તો પાસે તમે કોઈ આશા રાખી શકો નહીં. ફેસ ઓફ નેશન પુરાવા સાથે અહીં કેટલીક હકીકતો રજૂ કરી રહ્યું છે. 2025 સપ્ટેમ્બર મહિનાનો એક વિડીયો ફેસ ઓફ નેશનને મળ્યો છે. આ વીડિયોમાં રામ સ્વામી પેન્ટ ટી શર્ટ પહેરીને ગાંધીનગરના એક  પાનના ગલ્લાંની બહાર આવતા નજરે ચઢે છે. આ વિડીયો મોડી રાત્રે 1.38એ લેવામાં આવ્યો છે. જેમાં રામ સ્વામી સાથે હાલના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના જ કોઠારી  મુનિ સ્વામી પેન્ટ શર્ટમાં નજરે ચઢે છે. આ બાદ કાલુપુર સંસ્થાના અનેક પ્રોગ્રામોમાં રામ ભગવા વસ્ત્રો ધારણ કરીને કથા કરતો જોવા મળ્યો છે. એટલે એમ કહી શકાય કે, દિવસે ભગવા અને રાત્રે રંગીન કપડામાં ઐયાશી કરવા રામ અગાઉથી જ ટેવાયેલો હતો. હવે આંધળા હરિભક્તો આ વીડિયોને પણ ખોટો સાબિત કરવા લાગી જશે અથવા તો એઆઈ જનરેટેડ ગણાવશે તેમાં કોઈ બે મત નથી.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી  મુનિ સ્વામી

રામ સ્વામીની ઘટનાએ કાલુપુર મંદિર તંત્રની પોલ ખોલી નાખી છે. જો કે આ એક એવી ઘટના નથી કે જેણે મંદિરને ઉઘાડું કર્યું હોય અગાઉ સાધુઓના કાંડની એવી ઘણી ઘટનાઓ છે કે જેણે મંદિરની આડમાં શું ચાલી રહ્યું છે તે જાહેર કરી દીધું હોય. એક પછી એક રામના કાળા કરતૂતોના વિડીયો સામે આવી રહ્યા છે. ફેસ ઓફ નેશનને ગાંધીનગરના ગુલાબ પાન પાર્લરનો એક વિડીયો મળ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રામ સ્વામી અને મુનિ સ્વામી બંને પેન્ટ શર્ટમાં પાનના ગલ્લાંની બહાર નીકળે છે. હાલમાં મુનિ સ્વામી કાલુપુર મંદિરમાં કોઠારી તરીકે હયાત છે જયારે રામ સ્વામીને હાંકી કાઢવામાં આવ્યા છે. કાલુપુર સંસ્થાએ ખુલાસો જાહેર કરીને એમ કહ્યું કે, રામ સ્વામી 23 તારીખે તેઓ ગુરુની આજ્ઞા લઈને મંદિરમાંથી ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં ચાલ્યા ગયા છે. તો સવાલ એ થાય કે, 22 તારીખે રવિવારે સંપ્રદાય દ્વારા યોજવામાં આવેલા સામૈયા સત્કાર સમારંભમાં રામ સ્વામી રાત સુધી હાજર હતા અને તેઓએ આચાર્ય કૌશલેન્દ્ર પાંડે અને વજેન્દ્ર પાંડેની હાજરીમાં વક્તવ્ય પણ આપ્યું હતું. હવે અચાનક 12 કલાકમાં જ આખી ગેમ ચેન્જ થઇ જાય છે ? અને રામ સ્વામી 23 તારીખે વહેલી સવારે તેમના ગુરુની રજા લઈને ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં જવા નીકળી જાય છે ? તે વાત ગળે ઉતરે તેમ નથી. હકીકત કંઈક જુદી જ છે જેને ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે અને તેને આંધળા હરિભક્તો વેગ આપી રહ્યા છે. અત્યાર સુધી જે સાધુઓ યુવતીઓને લઈને ભાગી ગયા છે તેમાં મોટાભાગે તમામ યુવતીઓ એવી હતી કે જે મંદિરમાં આવતી હતી અને સતસંગીના ઘરની હતી. મંદિર અને ઉત્સવોમાં આવન જાવન દરમ્યાન સાધુ સાથે આંખ લાગી જતા પ્રેમ થાય છે અને સાધુ ભગવો છોડીને સંસારમાં ચાલ્યો જાય છે. અહીં હરિભક્તોની જ દીકરીઓ ટાર્ગેટ હોય છે અને આજે આ જ હરિભક્તો સંપ્રદાયના સાધુઓના બચાવમાં શું મોઢું લઈને જાહેરમાં આવી રહ્યા છે તે સમજાતું નથી. જો કે આવા હરિભક્તોને શું શરમ જેવું હોય ? તે પણ એક સવાલ છે. આવી બધી ઘટનાઓ સાક્ષી પુરે છે કે, મંદિરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી. દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભાગી જનારા લોકો સમાજમાં જ નહિ પણ મંદિરમાં પણ હયાત છે છતાં આ મંદિરના હરિભક્તોને શરમ નથી તેથી મોટી શરમજનક બાબત પણ શું હોઈ શકે. આવી ઘટનાઓથી તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી કે, આવા સાધુઓને પેદા કરવા પાછળ હરિભક્તોનો જ મુખ્ય સિંહ ફાળો છે. રામ સ્વામીના કાંડ કરતા વધારે ગુનેગાર હરિભક્તો છે જેઓ આંખ આડા કાન કરીને આ બધું છાવરે છે. હવે ફરીથી આ સંસ્થા આવા વિડીયો અને સમાચારોને ખોટા સાબિત કરવા ખોટા પોલીસ કેસો કરાવશે અને તેમની જાતને નિર્દોષ સાબિત કરાવવા લાગી જશે.

રામ સ્વામી કાંડની સમગ્ર હકીકત શું છે ?
સ્વામિનારાયણ સંપ્રદાયના જ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રામ સ્વામી એક મહિલા સાથે 23 તારીખની રાત્રે હોટલમાં ગયો હતો. જેને મહિલાનો ભાઈ જોઈ જતા લંપટ રામને પકડીને તેના ફાર્મ હાઉસ ઉપર લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને પોરડા સ્વામિનારાયણ મંદિર લઇ જવાયો હતો. પોરડા સ્વામિનારાયણ મંદિર એટલે લઇ જવાયો હતો કેમ કે આ મંદિર એકાંતમાં આવેલું છે જ્યાં હરિભક્તોની અવરજવર નહિવત હોય છે અને અહીં મિટિંગ યોજવામાં આવી હતી. જે મિટિંગમાં કાલુપુરના સાધુઓ હાજર હતા, જેની તમામ વાતચીત આચાર્યને ફોન દ્વારા આપવામાં આવી રહી હતી. મહિલાના પરિવારજનો સાથે સમાધાનના અથાગ પ્રયાસો થયા હતા પરંતુ તે તમામ પ્રયાસો નિર્થક નીવડતા આખરે પરિવારજનોની માંગને લઇ રામ સ્વામીને ત્યાંથી જ પેન્ટ ટી શર્ટ પહેરીને રવાના કરી દેવામાં આવ્યા હતા. રામને પેન્ટ શર્ટમાં જતો વિડીયો પણ પરિવારજનો દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેને વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ રામ સ્વામી નામનો લંપટ સાધુ આચાર્ય કૌશલેન્દ્ર પાંડે અને લાલજી વજેન્દ્ર પાંડેની નિકટ હોવાને કારણે હોબાળો મચી જાય છે અને તાત્કાલિક સંસ્થા વાહિયાત ખુલાસો જાહેર કરે છે. જો કે, અહીં સવાલ એ પણ થાય છે કે જો રામને 23 તારીખે કાઢી મુક્યો તો કેમ ખુલાસો વિડીયો વાયરલ થયા પછી જાહેર કરવામાં આવ્યો ? કેમ ખુલાસો તે જ દિવસે જાહેર કરવામાં ન આવ્યો ? અગાઉ પણ રામ પેન્ટ શર્ટમાં નજરે ચઢ્યો છે તો કેમ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવી ? આવા અનેક સવાલો છે પણ તેના જવાબો ક્યારેય મળવાના નથી કેમ કે જ્યાં બધું ખોટું જ ચાલી રહ્યું હોય ત્યાં સાચા જવાબો મળવા ખુબ મુશ્કેલ છે. બસ આ જ તો કળિયુગની નિશાની છે કે જ્યાં પાખંડની પૂજા થાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).