Face Of Nation 12-06-2025 : અમદાવાદમાં વિમાન દુર્ઘટના ઘટી છે અને આ જ સમયે પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે તેની વચ્ચે અમિત શાહ સહિતના ગુજરાતના ભાજપના નેતાઓ સ્થળ મુલાકાતે પહોંચી ગયા છે જેને લઈને બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઇ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું. જે પોલીસ ઘટના સ્થળે બચાવકામગીરીમાં લાગેલી હોય તે પોલીસને નેતાઓની મુલાકાત સમયે તેમની સુરક્ષામાં લાગી જવું પડતું હોય છે તેથી કોઈ પણ ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે મુલાકાતે પહોંચી જનારા નેતાઓ માત્ર તેમના રાજકીય લાભ ખટકવા પહોંચી જાય છે. ખરેખર આ નેતાઓએ આવા સમયે જવું જોઈએ નહીં કે જયારે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી હોય.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના ઘટનાની સાથે જ અમિત શાહ અને મુખ્યમંત્રી સહીત ભાજપના નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ સમગ્ર પોલીસ તંત્ર તેમની સુરક્ષા પાછળ રોકાઈ ગયું છે. ખરેખર તો આ નેતાઓમાં માણસાઈ હોય તો ઘટના સ્થળે આમ સુરક્ષા સાથે જવું જોઈએ નહીં અને જો જવું જ હોય તો ઘટના બન્યાના બીજા દિવસે જવું જોઈએ કેમ કે ઘટના બનતા વેંત તો લોકો તેમનો જીવ બચાવવા અને સેવા કાર્યોમાં લાગેલા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).



