Face Of Nation 07-05-2025 : ભારતીય સેનાએ પાકિસ્તાનના તાબા હેઠળ રહેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં આજે હુમલો કરીને આતંકવાદીઓના 9 સ્થળોનો ખાત્મો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.
ભારતીય સેનાએ આ બાબતે માહિતી જાહેર કરતા જણાવ્યું છે કે, આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે જેના જવાબમાં ભારતીય સેનાએ પણ ફાયરિંગ શરૂ કર્યું છે. આ સમગ્ર ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).