Home Uncategorized પ્રજાના કરોડોનો ધુમાડો કરીને દેશમાં સ્વાભિમાન યાત્રાઓ કાઢવા કરતા ભારતનું માનસન્માન જાળવવું...

પ્રજાના કરોડોનો ધુમાડો કરીને દેશમાં સ્વાભિમાન યાત્રાઓ કાઢવા કરતા ભારતનું માનસન્માન જાળવવું જરૂરી

Face Of Nation 31-12-2025 : દેશમાં સ્વાભિમાન યાત્રા કાઢવા કરતા દેશને સ્વાભિમાન આપવું અને અપાવવું જરૂરી છે. તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને લઈને જણાવ્યું હતું કે, “તેઓ મને ખુશ કરવા માગતા હતા. વડાપ્રધાન મોદી ખૂબ સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નહોતો, તેથી મને ખુશ કરવો જરૂરી હતો. અમે વેપાર કરીએ છીએ અને તેમના પર ટેરિફ વધારી શકીએ છીએ.”
ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર ભારતની આબરૂ લઇ ચુક્યા છે અને તે ત્યારે શક્ય બન્યું છે, જયારે ભારતની નેતાગીરી વિશ્વના નેતાઓ આગળ જીહજૂરી કરતી અને સારું લગાડવા માટેના કામો કરતી થઇ ગઈ છે. આ વાતનો ધડાકો ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિએ કરીને સૌને ચોંકાવી દીધા છે. 56ની છાતી અને તાકાફાડ નિવેદનો આપનાર મોદી માત્ર કાગ ઉપરના વાઘ છે. મોદીના શાસનમાં કામગીરી કરતા મીડિયાએ ચાપલુસી વધારે કરી જેનું પરિણામ આજે ભારત જોઈ રહ્યો છે. ભારત-પાકિસ્તાનના યુદ્ધથી માંડીને ટેરિફ સુધી ભારતે હંમેશા અમેરિકાના કહ્યા મુજબ વર્તન કર્યું છે અને આખરે આ વર્તન ટ્રમ્પને સારું લગાડવા માટે કરવામાં આવતું હોવાનું પણ જાહેર થઇ ગયું છે. ટ્રમ્પને સારું લગાડવા ભારતે કરેલી કામગીરીનો કોઈ પણ ફાયદો આજદિન સુધી ભારતને થયો નથી. તેવામાં મોદી કે ભાજપ દ્વારા યોજાતી સ્વાભિમાન યાત્રા માત્ર પ્રજાને મૂર્ખ બનાવવા પ્રજાના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરવાનું એક આયોજન છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભારત દેશને વિશ્વમાં આત્મસન્માન ન અપાવી શકનારા મોદી ભારતના રાજ્યોમાં સ્વાભિમાન યાત્રા કાઢીને શું સંદેશો આપવા માંગે છે ? ખરેખર આ દેશની મોટી મજાક ભાજપ અને વડાપ્રધાન મોદી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પ્રજાના કહેવા પ્રમાણે જો ખરેખર મોદી દેશ પ્રેમી નેતા હોય તો તેઓ આમ પ્રજાના કરોડોનો ખર્ચ માત્ર તેમના કપડાં પાછળ કદાપિ ન કરે. જાહેરસભાઓ પાછળ કરોડોનો ધુમાડો ક્યારેય ન કરે કે પછી કોઈ યોજનાની જાહેરાત માટે બીજા કરોડો ન વાપરી નાખે. અખબારોથી માંડીને ટીવીઓ ઉપર દેખાડવામાં આવતી જાહેરાતો પાછળ કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવી રહ્યા છે. જે જાહેરતો પ્રજાને શું લાભ છે ? ખરેખર મોદી ભારત દેશ હિતના નેતા હોત તો તેઓએ વડાપ્રધાન બનતાની સાથે જ આવા અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ બંધ કરાવી તે પૈસાનો પ્રજાકીય કામોમાં વપરાશ કરવો જોઈએ પણ ના, મોદીએ તમામ વડાપ્રધાનનો રેકોર્ડ તોડી નાખ્યો. જાહેરાતો અને મોદીના કપડાં સહીત કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા વાપરવામાં ભારત દેશના નંબર વન પ્રધાનમંત્રીનો એવોર્ડ જો આપવામાં આવે તો તે નરેન્દ્ર મોદીને ફાળે જાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).