Home News લડત જ વિકલ્પ ? : વિશ્વમાં દેશો અને દેશમાં સમાજો અંદરો અંદર...

લડત જ વિકલ્પ ? : વિશ્વમાં દેશો અને દેશમાં સમાજો અંદરો અંદર લડી રહ્યા છે

Face Of Nation 18-03-2026 : વિશ્વના દેશો અંદરો અંદર એક બીજા સાથે કોઈને કોઈ મુદ્દે લડી રહ્યા છે તો બીજી બાજુ દેશમાં સમાજો પણ જુદા જુદા મુદ્દે લડી રહ્યા છે. વિશ્વના તમામ દેશો હાલ કોઈક ને કોઈક મુદ્દે એક બીજા સાથે લડી રહ્યા છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલે છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું. આમ, વિશ્વના અનેક દેશો એકબીજા સાથે લડી રહ્યા છે અને દેશની અંદર સમાજના નામે કે રંગભેદના નામે લોકો લડી રહ્યા છે ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે, કઈ દિશામાં આ બધું જઈ રહ્યું છે ? આ બધું શું થવા બેઠું છે ? ગુજરાતમાં પ્રેમ લગ્ન મુદ્દે ચૌધરી અને રબારી સમાજ અંદરો અંદર ઝગડી રહ્યા છે. ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું અને આ સંમેલન બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. લડત જ એક માત્ર વિકલ્પ હોય તેમ હવે દેશથી માંડીને સમાજના લોકો લડતના માર્ગે જવા અધીરા બન્યા છે.
લડત જ વિકલ્પ નથી. જો લડત જ વિકલ્પ હોત તો અંતમાં સમાધાન ન થાય. કોઈ પણ લડતનું સમાધાનથી જ અંત થાય છે. ખરેખર આ લડતથી આમ પ્રજાને કોઈ ફાયદો નથી પરંતુ નેતાગીરી કરનારાઓને ચોક્કસ ફાયદો છે. આ વાતની સાક્ષી પાટીદાર સમાજ પુરે છે. એક ગરીબ ઘરનો હાર્દિક નામનો છોકરો રાતોરાત પૈસાદાર થવાના સપના જોતા જોતા આંદોલન કરવાના માર્ગે ચઢી જાય છે અને સમાજના નામે આંદોલન કરીને રાતોરાત પૈસાદાર બની જાય છે. લડતએ નેતાઓ માટે પૈસા અને રાજકીય હોદ્દો મેળવવાનો મુદ્દો બની ગઈ છે. આ લડતમાં આમ નાગરિકો ભોગવે છે, માર ખાય છે અથવા તો મૃત્યુ પામે છે અને નેતાગીરીનો ઝંડો પકડીને ચાલનારા તેમની મુરાદ પાર પાડે છે. આ બધું હાલ સામાન્ય બની ગયું છે.
લડત જ એક વિકલ્પ હોય તેમ ગુજરાતમાં ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા અને કેટલાય ઘરોમાં પથ્થરમારો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો જેને લઈને પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાખ્યું હતું.
ગુજરાતમાં ઘણા લોકોએ જ્ઞાતિ બહાર લગ્ન કર્યા હશે પરંતુ ચર્ચા અને વાતો મોટા અને નામચીન લોકો દ્વારા કરવામાં આવતા કાર્યની થાય છે. જો કિંજલ રબારીનો મુદ્દો પ્રકાશમાં ન આવ્યો હોત તો આજે ચૌધરી સમાજનું પણ આંદોલન ન થયું હોત પરંતુ એક પછી એક સમાજના નામે લડત કરવા ઉતરી પડનારા લોકોએ રીતસર માજા મૂકી છે. દરેક ગામમાં પાંચ સાત નવરા માણસો હોય છે અને આ જ નવરા લોકો પણ આવી લડતનો હિસ્સો બનતા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

હર્ષ સંઘવીને “નાક” જેવું છે ? : પાટણની ઘટનાએ “કાયદા”ના ધજાગરા ઉડાડ્યા !

Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !