Home News ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ...

ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ કરવાનું સુનિયોજિત કાવતરું

(તસ્વીર પ્રતીકાત્મક છે)

Face Of Nation 01-06-2025 : પોતાના સ્વાર્થ અને ધંધા માટે થઈને ઊંઝાના વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોને અંદરો અંદર લડાવી ઝઘડાવતી માસ્ટરમાઈન્ડ બાપ બેટાની જોડીએ તાજેતરમાં વધુ ચાર ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ અરજીઓ કરી હોવાની માહિતી મળી છે. ઊંઝાના પ્રબોધ શર્માએ જીએસટી વિભાગ અને પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ સાથે સેટિંગથી ટ્રકો રોકાવી તોડ કરવાની રણનીતિ બનાવી હોવાની સનસનીખેજ માહિતી ફેસ ઓફ નેશનને મળી છે. અગાઉ શર્માએ જીએસટી વિભાગના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ હપ્તા લેતા હોવાના અને તોડ કરતા હોવાના પણ આક્ષેપો કર્યા છે. હાલમાં શર્મા અને તેના સાગરીતો ઊંઝાના ગંજ બજારની ચાર ટ્રાન્પોર્ટરો ઉપર વોચ રાખીને તેમની ટ્રકોના ફોટા, વિડીયો બનાવીને ટ્રકમાં બિલ વિનાનો સમાન ભરેલો હોવાની માહિતીઓ ગુજરાત અને અન્ય રાજ્યોના જીએસટી તેમજ પોલીસ વિભાગને આપીને તોડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઊંઝામાં ઘણા ટ્રાન્સપોર્ટરો બિલ વિનાનો સમાન ભરીને ટ્રકને હરિયાણા, મહારાષ્ટ્ર, ઇન્દોર, ભોપાલ, બિલાસપુર, નાગપુર, રાયપુર, મધ્ય પ્રદેશ, નાગપુર, છત્તીસગઢ અને ઓરિસ્સા સહીત અનેક રાજ્યોમાં મોકલી આપે છે. આ ટ્રાન્સપોર્ટરો ઉપર વોચ રાખીને તેમની પાસેથી તોડ કરવાનું કામ ઊંઝાનો જ ચીટર પ્રબોધ શર્મા નામનો યુવક કરી રહ્યો હોવાની માહિતીનો ફેસ ઓફ નેશને ફોન રેકોર્ડિંગ સાથે ઘટસ્ફોટ કર્યો હતો. આ ઘટસ્ફોટ થતાની સાથે જ મોટાભાગના વેપારીઓએ શર્મા સાથે સંપર્કો અને ધંધાકીય લેતીદેતી પુરી કરી નાખી હતી. જેને લઈને તેના ધંધા ઉપર મોટો ફટકો પડ્યો છે. હાલમાં તે પૈસા માટે થઈને જીએસટી વિભાગના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને મોટી રકમોના તોડ થશે તેવી લાલચો આપીને અન્ય ટ્રાન્સપોર્ટરોની ટ્રકોની માહિતી આપવાનું સુનિયોજિત કાવતરું ઘડી રહ્યો છે. તાજેતરમાં શર્માએ ઊંઝાના ગંજ બજારમાં આવેલી ચાર જેટલી ટ્રાસન્પોર્ટરોની ટ્રકો ઉપર વોચ રાખીને તેમની માહિતી આપીને ખોટી નનામી અરજીઓ જીએસટીમાં કરી છે. આ અરજીમાં ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય સહીત સુપ્રીમ પટેલ, પ્રવીણ શર્મા, બાબુ બિશ્નોઇ સહિતના કેટલાક લોકો બિલિંગ વિના ભરવામાં આવતી ટ્રકોને રાજકીય સહયોગ પૂરો પાડતા હોવાના આક્ષેપો કરવામાં પણ આવ્યા હોવાની માહિતી મળી છે. શર્માએ સિદ્ધિ ટ્રાન્સપોર્ટ, શક્તિ ટ્રાન્સપોર્ટ, આરસુરી ટ્રાન્સપોર્ટ, ઊંઝા રાયપુર ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી બિલ વિના માલસામાન ભરીને નીકળતી ટ્રકો ઉપર વોચ ગોઠવીને તેને રોકાવી તોડ કરવાની રણનીતિ ઘડી હોવાની માહિતી મળી છે. આ માટે તેણે સિદ્ધપુર સહીત આસપાસના વિસ્તારોના લઘુમતી કોમના લોકોનો સહારો લઈને તોડ થશે એટલે મોટી રકમ મળશે તેવી હૈયાધારણા આપીને ટ્રકોની વોચમાં લગાવી દીધા હોવાની પણ માહિતી ફેસ ઓફ નેશનને મળી છે. આ લોકો મોડી રાત્રે વોચ ગોઠવીને માહિતી એકઠી કરે છે અને પ્રબોધ શર્મા તેની ઑફીસેથી ફોન દ્વારા માહિતી જે તે સેટિંગ કરનાર અધિકારીને અથવા તો ગુજરાત બહારના પોલીસ કંટ્રોલ રૂમને આપીને ટ્રકને રોકાવી તોડ કરવાની રણનીતિ બનાવે છે.
ઊંઝામાં વેપારીઓને અંદરો અંદર લડાવી ઝઘડાવીને જીએસટી વિભાગમાં નનામી અરજીઓ કરીને માથાના દુખાવા સમાન બની ગયેલા શર્મા બંધુઓનો ફેસ ઓફ નેશને ઘટસ્ફોટ કર્યો છે. બાપ બેટાની જોડી એવી પ્રબોધ અને તેના પિતા નરેશ શર્માએ તેમનો સૈનિક ટ્રાન્સોપોર્ટ અને મહાશક્તિ ટ્રાન્સપોર્ટનો ધંધો વધારવા માટે સુનિયોજિત કાવતરું ઘડીને અન્ય ટ્રાન્સપોર્ટરોની બિલિંગ વિના માલસામાન ભરતી ટ્રકોની માહિતી આપીને વેપારીઓને પોતાની સાથે ધંધો કરવા દબાણ ઉભું કરતો હતો. આ મામલે તે પોલીસ સહીત જીએસટી વિભાગના કેટલાક લોકો સાથે નાણાકીય સેટિંગ કરીને ટ્રકો ઉભી રખાવે છે અને બાદમાં તેની પાસેથી તોડ કરીને અડધી રકમ તેના ખિસ્સામાં સેરવી લે છે અને તેનો ધંધો પણ કરી લે છે. બીજી બાજુ જે ટ્રાન્સપોર્ટરની ટ્રક પકડાઈ હોય છે તેને અન્ય વિરોધીઓ ઉપર શંકા હોય છે અને માસ્ટરમાઈન્ડ પ્રબોધ શર્મા તેવા સમયે તે જ ટ્રાન્સપોર્ટર જોડે જઈને તેને અન્ય ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ માહિતીઓ આપીને એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઉભી કરાવીને તેનો ધંધો અને વર્ચસ્વ ઉભું કરવાના પ્રયાસો કરે છે. આ દરમ્યાન શર્મા ટ્રાન્સપોર્ટની ટ્રકમાં જે વેપારીનો સમાન ભરેલો હોય તેનો સંપર્ક કરીને ડરાવી ધમકાવીને તેને પોતાની સાથે ધંધો કરવા માટે દબાણ ઉભું કરે છે અને તેનો માલ પોતાની કંપનીની ટ્રકોમાં ભરાવવા ધમકાવે છે અને જો તે આમ ન કરે તો તેના માલસામાનની માહિતી લીક કરીને તોડ કરાવે છે. શર્મા લુચ્ચા શિયાળની જેમ અંદરો અંદર એકબીજા પાસે જઈને પગ પકડીને, રડીને, નાટકો કરીને, જુઠું બોલીને સામાવાળા વ્યક્તિનો વિશ્વાસ કેળવી તેની જ પીઠ પાછળ તેના વિરુદ્ધ ષડયંત્ર ગોઠવવામાં માસ્ટર માઈન્ડ છે. જો કે ફેસ ઓફ નેશને તેના સમગ્ર કાવતરાનો ભાંડો ફોડી દેતા હાલ સમગ્ર ઊંઝામાં ચીટર શર્મા બંધુની જોડી ઉઘાડી પડી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

https://www.faceofnation.news/unjha-viral-recording/

GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ

સાંભળો રેકોર્ડિંગ : ઊંઝાનો ટ્રાન્સપોર્ટર GST અને પોલીસને ફોન કરીને અન્ય ટ્રાન્સપોર્ટરોની ટ્રકો અંગેની માહિતી આપતો

GSTના શુક્લા સાહેબ સેટિંગ કરતા હતા ? : સાંભળો ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટર પ્રબોધ શર્માંનો ઓડિયો

સાંભળો ઊંઝાના શર્માની શેખી : “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેઈડો મેં કરાવી”