Home News સ્વામીબાપા કે પ્રમુખ સ્વામી એવું કહે છે કે, લોકોને તકલીફ પહોંચાડીને ઉત્સવો...

સ્વામીબાપા કે પ્રમુખ સ્વામી એવું કહે છે કે, લોકોને તકલીફ પહોંચાડીને ઉત્સવો કરો ?

Face Of Nation 05-12-2025 : અમદાવાદમાં તાજેતરમાં શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો ઉત્સવ હોવાને કારણે રસ્તાને ડાયવર્જન આપવામાં આવ્યું છે. આ ડાયવર્જનથી અનેક લોકોને ફરી ફરીને જવાનો વારો આવશે સાથે સમય અને પેટ્રોલ-ડીઝલનો પણ વ્યય થશે. આ સમયગાળા દરમ્યાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવામાં સ્વાભાવિક સવાલ થાય કે, શું સ્વામી બાપા કે બીએપીએસ સ્વામિનારાયણ સમ્પ્રદાયના વડા પ્રમુખ સ્વામી એવું કહેતા હશે કે, લોકોને તકલીફો આપીને આપણે ઉત્સવો ઉજવવા જોઈએ ?
ગત તારીખ 04/12/2025ના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યું છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ બન્યાના 75માં વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થા દ્વારા એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને લઈને તારીખ 07/12/2025ના રોજ વાડજ સ્મશાનગૃહ કટ થી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધી બંને બાજુનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રૂટની વૈકલ્પિક વ્યવસ્થા ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્સ તરફ ડાયવર્જન આપવામાં આવ્યું છે.
નેતાઓને પણ આવા ઉત્સવો વોટબેન્ક મજબૂત કરવા માટે જરૂરી હોઈ સરકારી તંત્રને કામે લગાડી દીધા છે. જો કે, આવા ઉત્સવો પ્રજાલક્ષી નથી કે સરકાર અથવા પોલીસ આવા નિર્ણયો લઈને રોડ રસ્તાઓનું ડાયવર્જન આપી દે છે. અહીં સવાલ એ પણ થાય છે કે, સ્વામિનારાયણ સંસ્થામાં પણ એવું જ્ઞાન આપવામાં આવે છે કે, લોકોને તકલીફો આપીને પણ આપણે ઉત્સવો ઉજવવા જોઈએ ? અમારો આ અહેવાલ ચોક્કસથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને આંખમાં કણાની જેમ ખૂંચશે પણ અમારું કામ કોઈની જી હજુરી કરવાનું નથી. અમે પ્રજાના હિતમાં અહેવાલો રજૂ કરીએ છીએ. બાકી, સ્વામિનારાયણ સંસ્થા કે અનુયાયીઓ અમારા દુશ્મન નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).