Home News માંના ધામમાં માંસાહાર, પાખંડ વધ્યો : ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચિકન પાર્ટી !

માંના ધામમાં માંસાહાર, પાખંડ વધ્યો : ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચિકન પાર્ટી !

Face Of Nation 12-03-2026 : કળિયુગની નિશાની ધર્મના નામે ધજાગરા કરનારા લોકો ઉપરથી દેખાઈ આવે છે. ક્યારેક સાધુઓ સંસારમાં પડે છે તો ક્યારેક પુજારીઓ રાત પડતાની સાથે સંસારના સુખો માણવા અધીરા બને છે. ભાજપના રાજમાં પાખંડ વધી ગયું છે. પાખંડીઓ ભાજપનું શરણું લઈને તેમનું જોર વધારી રહ્યા છે. તાજેતરમાં જ વાયરલ થયેલા એક વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ વિડીયો ગુજરાતના પવિત્ર ગિરનારનો છે. જ્યાં આવેલા અંબાજી મંદિરમાં પૂજારી સહિતના લોકોએ રાતે દારૂ અને ચિકન પાર્ટીનું આયોજન કર્યું હતું. માંના ધામમાં માંસાહારની ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક મંદિર તંત્રએ તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન 11 જેટલા લોકોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે આ મામલે ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારુ પીતા જોવા મળી રહ્યા છે. માં શક્તિના પવિત્ર ધામમાં આ રીતેની મફેફિલનો વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી મંદિરના 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે માત્ર પ્રતિબંધ જેટલી કાર્યવાહી યોગ્ય નથી. આવી ઘટનાઓમાં એવી કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે ફરીથી કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચાર કરે કેમ કે જો ધર્મની આડમાં આવા અધર્મીઓ પેદા થશે તો ધર્મને બદનામ થતા કોઈ રોકી શકશે નહિ અને ધર્મની મર્યાદા પણ રહેશે નહિ.
ભાજપના રાજમાં પાખંડ કરનારાઓ વધી ગયા છે. ધર્મનો સહારો લઈને બેફામ પાખંડ કરનારાઓ ભાજપના નેતાઓની વાહવાહી કરે છે પરિણામે તેમને કાયદો અને અધિકારીઓ બંને રક્ષણ આપે છે. તાજેતરમાં જ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે, “ટીચીને આવજો હું બેઠો છું” આ સાથે અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહિ કેમ કે ભાજપના નેતાઓને આ આચાર્ય ઉત્સવો ટાણે સ્ટેજ ઉપર બોલાવી સન્માન કરે છે અને પગે લાગે છે એટલે આચાર્ય ગમે તે બોલે કોઈ ગુનો લાગુ પડતો નથી પરંતુ જો આ જ ઉશ્કેરણી કોઈ વિરોધ પક્ષના લોકો કે સામાન્ય નાગરિકે કરી હોય ને વિડીયો વાયરલ થયો હોટ તો ક્યારનો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હોય એટલે એમ કહેવામાં કોઈ બે મત નથી કે ભાજપ પાખંડને પ્રોત્સાહન આપે છે અને હિન્દૂ ધર્મને બદનામ કરતી ઘટનાઓને છાવરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વામિ. મંદિરના વધુ એક સાધુનું સંસારમાં પ્રયાણ, વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો !

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !