Home Uncategorized 8 ચોપડી ગૃહમંત્રી ઉર્ફે નાયબ મુખ્યમંત્રી પાસે તમે શું આશા રાખી શકો...

8 ચોપડી ગૃહમંત્રી ઉર્ફે નાયબ મુખ્યમંત્રી પાસે તમે શું આશા રાખી શકો ? ટ્રાફિક, ટ્રાફિક ને માત્ર ટ્રાફિક !

Face Of Nation 05-12-2025 : આપણા દેશની કમનસીબી છે કે, નેતાઓ અંગૂઠાછાપ છે અથવા તો ઓછું ભણેલા છે. જેની અસર રાજ્યના નાગરિકોને દેખાય છે. આવા અભણ નેતાઓને કારણે દેશની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 ચોપડી ગૃહમંત્રી ઉર્ફે નાયબ મુખ્યમંત્રી પાસે પ્રજા કોઈ વિકાસ કે ટ્રાફિક મુક્ત રસ્તાઓની આશા કદાપિ રાખી ન શકે અને જો રાખે તો મુર્ખામી કહેવાય. હાલ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરો સાંજ પડતા જ ટ્રાફિકમાં ગરકાવ થઇ જાય છે. લોકો કલાકોના કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે છતાં ગુજરાતની બાહોશ પોલીસ કશું કરી શકતી નથી. ચૂંટણી ટાણે પ્રજાને મૂર્ખ બનાવવા વિકાસના વાયદા કરનાર નેતાઓ પાસે જવાબ માંગવા જેટલી પ્રજા શક્તિશાળી રહી નથી અને તેથી જ સત્તાને શૂરાતન ચઢ્યું છે કે, પ્રજા તો શું તોડી લેવાની ? ચૂંટણી ટાણે મત તો આપણને જ આપવાની છે.
જયારે પ્રજા નમાલી અને સત્તાને તાબે થઇ જાય ત્યારે સત્તામાં બેઠેલા નેતાઓને અભિમાન ચઢી જતું હોય છે. આ અભિમાનમાં તેઓ છાકટા બનીને ગમે તેવા નિર્ણયો લેતા થઇ જાય છે. જેના માટે પ્રજા સૌ પ્રથમ જવાબદાર છે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં અને શહેરોને જોડતા હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો તંત્રની કામગીરી સામે બૂમબરાડા કરી રહ્યા છે છતાં તંત્રના કે સરકારના પેટનું પાણી હાલતું નથી કેમ કે, પ્રજા ચૂંટણી ટાણે આ બધું ભૂલી જાય છે અને હવે પ્રજા એટલી શક્તિશાળી રહી નથી કે જે નેતાઓને તેમનું પાણી દેખાડી શકે. કમનસીબી એ પણ ખુબ મોટી છે કે, આઈએએસ અને આઇપીએસ બનીને અભણ નેતાઓને સલામ ઠોકી તેમના આદેશાનુસાર કામ કરવું. મોટાભાગના આઈએએસ અને આઇપીએસ અધિકારીઓ હવે સત્તાના ચરણે પડી ગયા છે. જેથી તેઓ ભણેલા ગણેલા અને જ્ઞાની હોવા છતાં આઠ ચોપડી ભણેલા નેતાની જી હજુરી કરવામાં લાગી ગયા છે. ખરેખર તો આવા અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેમ કે આટલું ભણેલું શું કામનું ? આખરે તો તમારે અભણોને સલામ ઠોકવાનો જ સમય આવી ગયો છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).